5 અત્યંત સરળ રીતથી ઘરે બનાવો મનમોહક દીવાળી લેમ્પ - Diwali presents
દીવાળી પ્રકાશનો, રંગોનો અને અવનવા વ્યંજનોનો ઉત્સવ છે, પરંતુ દીવાળી વિશે વિચારતી વખતે જે પહેલી વસ્તુ દિમાગમાં આવે, તે છે રોશનીથી ઝગમગથી બાલ્કની, આંગણું, બગીચા કે ટેરેસ. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સ્વભાવિક રીતે જ દીવાળીની ઉજવણી ઘર પૂરતી જ સીમિત થઇ જશે, ત્યારે તમારી સર્જનાત્મકતાને ઉજાગર કરવાનો અને સાથે જ દીવાળી અગાઉના સુશોભન પાછળ કરવામાં આવતા ખર્ચની બચત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.
- મનમોહક દીવાળી લેમ્પ
- દિવાળીમાં સુશોભન
- દિવાળીમાં સુશોભન કરવાની વિવિધ રીત
ન્યુઝ ડેસ્ક: દીવાળી પ્રકાશનો, રંગોનો અને અવનવા વ્યંજનોનો ઉત્સવ છે. પરંતુ દીવાળી વિશે વિચારતી વખતે જે પહેલી વસ્તુ દિમાગમાં આવે, તે છે રોશનીથી ઝગમગથી બાલ્કની, આંગણું, બગીચા કે ટેરેસ. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સ્વભાવિક રીતે જ દીવાળીની ઉજવણી ઘર પૂરતી જ સીમિત થઇ જશે, ત્યારે તમારી સર્જનાત્મકતાને ઉજાગર કરવાનો અને સાથે જ, દીવાળી અગાઉના સુશોભન પાછળ કરવામાં આવતા ખર્ચની બચત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. અત્યાર સુધીમાં તમે ગૃહ સુશોભન માટેના ઘણા આઇડિયા જોઇ લીધા હશે, તેમ છતાં નીચે જણાવેલી હોમમેડ લેમ્પ તથા શેડ્ઝની યાદીની સ્ટાઇલ કદી પણ જૂની નહીં થાય. આ લેમ્પ બનાવવાની પદ્ધતિ અત્યંત સરળ છે અને આ વર્ષે જો તમે તમારા પરિવારથી દૂર હોવ, તો પણ તેનાથી તમને ઘર જેવી જ લાગણીનો અનુભવ થશે. વળી, દીવાળીની સુંદર ભેટરૂપે પણ તે બનાવી શકાય.
હુલા હૂપ શેન્ડેલિયર
આ લેમ્પ બનાવવા માટે હુલા હૂપ, સેલો ટેપ, દોરો અને ફેરી લાઇટની જરૂર પડશે. તમારા ઘરના વરન્ડા કે બાલ્કની પર લગાવવા માટે આ લેમ્પ એકદમ પરફેક્ટ બની રહેશે. હૂપ લઇને સેલો ટેપ અથવા તો દોરા વડે લાઇટ્સને તેની સાથે બાંધી દેવી. લેમ્પ તૈયાર થઇ ગયા પછી દોરાની મદદથી તેને લટકાવી શકાય છે. આ હોમમેડ શેન્ડેલિયર દીવાળીમાં તમારા ઘરને અનોખી રોશનીથી ભરી દઇ શકે છે.
જાર લાઇટ્સ
સુદર લેમ્પ બનાવવા માટેનો આ કદાચ સૌથી સરળ ઉપાય છે અને તે કદી પણ જૂનો લાગશે નહીં. આછો અપારદર્શક હોય અથવા તો એકદમ પારદર્શક હોય તેવા જારની અંદર સ્ટ્રીંગ લાઇટ ગોઠવી દેવી અને તે જારને કોઇ જગ્યા પર લટકાવી દેવો અથવા તો ઘરના અમુક ભાગમાં મૂકવો. બસ, થઇ ગયું! જોકે, જારના ખુલ્લા ભાગમાં તમે ફૂલો કે ગ્લિટર વગેરે જેવી વસ્તુઓ ગોઠવીને તેને શણગારી શકો છો. ખાસ કરીને લિવિંગ રૂમમાં કે સોફા પાસેના ટેબલ પર આ જાર અત્યંત સુંદર દેખાવ આપે છે.
બેંગલ લેમ્પશેડ
એકની ઉપર એક એમ અનેક બંગડીઓને ગુંદર વડે ચોંટાડીને લાઇટ કે દીવા માટે રંગબેરંગી લેમ્પશેડ તૈયાર કરો. કાચની બંગડીઓ વડે સુંદર લેમ્પશેડ તૈયાર થાય છે. વળી, કાચની બંગડીઓનો ઉપયોગ કરવું હિતાવહ પણ છે, કારણ કે તે ગરમીનો પ્રતિકાર કરી શકે છે. આ લેમ્પશેડ બનાવવા અત્યંત સરળ છે અને ભવિષ્યમાં પણ તમે ઇચ્છો તેટલી વખત તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે.
બોટલ લાઇટ્સ
એક રીતે જોતાં આ જાર લાઇટ્સનો વધુ અલંકૃત, સુશોભિત પ્રકાર છે. પાતળું અને લાંબું મોં ધરાવતી બોટલ્સ લઇને રંગબેરંગી તાર, ગ્લિટર વગેરેની મદદથી તેને સુશોભિત કરવી. તમે તેના પર સ્કેચ પેન કે પેઇન્ટ વડે ડ્રોઇંગ પણ કરી શકો છો. ત્યાર બાદ તેને સૂકાવા દેવું અને પછી બોટલની અંદર સ્ટ્રીંગ લાઇટ્સ જવા દેવી અને તેને બોટલની અંદર યોગ્ય રીતે ગોઠવવી. એકસાથે ગોઠવવામાં આવેલો પાંચ બોટલનો સેટ સુંદર દેખાવ ઊભો કરે છે.
ટ્રી લાઇટ્સ
દીવાળીના સમયે કરવા માટેનું આ અત્યંત ભારતીય શૈલીનું સુંદર સુશોભન છે. આપણે લગ્ન સમારંભ, રિસેપ્શન તથા અન્ય પ્રસંગોમાં ટ્રી લાઇટ્સ જોતાં હોઇ છીએ. આ કામ માટે થોડી વધુ મહેનત કરવી પડે છે, પણ આ કામ એવું ટેકનિકલ પણ નથી. આ માટે તમારે વૃક્ષની ફરતે સ્ટ્રીંગ લાઇટ લગાવવાની છે અને તે માટે વાયરને પ્લગમાં લગાવવાનો છે, બસ!