ETV Bharat / bharat

તમે ભાવનાત્મક રીતે અપમાનજનક સ્થીતિમાં છો તેના પાંચ સુક્ષમ સંકેતો - અપમાનજનક સ્થીતિ

શારીરિક શોષણથી વિપરીત, ભાવનાત્મક શોષણને ઓળખવુ મુશ્કેલ છે, તેથી તેની સાથે વ્યવહાર કરવો મુશ્કેલ છે. પરંતુ તેની અસર શરીરિક નુકશાનથી ભલે ખરાબ ન હોય પરંતુ જેટલી ઘાતક જરૂર હોય છે. તેની અસરો સુક્ષમ પણ ઘાતક હોય છે અને કેટલીક વાર તે પરોક્ષ હોય છે. ટ્રોમાના નિષ્ણાંત અને લાયસન્સ પ્રાપ્ત સામાજીક કાર્યકર અને શીક્ષક એવા લીઝા ફ્રેન્ટ્ઝે હફપોસ્ટને જણાવ્યુ હતુ કે, “ભોગ બનનાર માટે તે ઘણુ જ મૂંઝવણ ભરેલુ હોય છે કારણ કે શરૂઆતમાં તે ‘સંભાળ’ના સ્વરૂપમાં વર્તનમાં સમાયેલુ હોય છે.” શરૂઆતમાં તે માયાળુ અને વિવેકપૂર્ણ રીતે વર્તે છે અને તે વર્તન પીડિતના આત્મવિશ્વાસ પર જીત મેળવવા માટે હોય છે. લીઝાએ આગળ જણાવ્યુ હતુ કે, “તે પીડિતના વિશ્વાસ અને આત્મવિશ્વાસ પર જીત મેળવે છે અને તેનાથી તે પીડિતની શોષીત થવાની શક્યતાઓ વધી જાય છે”

તમે ભાવનાત્મક રીતે અપમાનજનક સ્થીતિમાં છો તેના પાંચ સુક્ષમ સંકેતો

author img

By

Published : Dec 13, 2020, 10:09 PM IST

અહીં પાંચ સંકેતો છે કે જે બતાવે છે કે તમે ભાવનાત્મક શોષણમાંથી પસાર થઈ રહ્યા છો

1. તમે હંમેશા તમારા જીવનસાથીને હતાશ ન કરવાનો પ્રયત્ન કરો છો.

મનોવૈજ્ઞાનિક અને ‘Love Without Hurt’ના લેખક સ્ટીવન સ્ટોસ્ની જણાવે છે કે, “તમે તમારા જીવનસાથી માટે અનુમાન લગાવો છો અને પોતાના કાર્યોને તપાસો છો અને આ અપમાનજનક વર્તનની અસર દેખાડતા નથી જેથી તમારા સબંધ પર તેની આડઅસર ન પડે.” તેનો મતલબ છે કે તમે તમારા જ ઘરમાં આઝાદ પણ નથી અને સુરક્ષિત પણ નથી. મોટાભાગે તમે તમારા પગલાઓ અને ક્રીયાઓના જોખમોની ગણતરી કરો છો અને તેના પર તમારા જીવનસાથીના નિયમોની મંજૂરી મેળવવાનો પ્રયાસ કરો છો.

2. તમારા બંન્નેના સબંધમાં તમારા જીવનસાથી તમામ બાબતોને પોતાના નિયંત્રણમાં રાખવાની કોશીષ કરે છે.

સાયકોથેરાપીસ્ટ અને ‘Women with Controlling Partners’ના લેખક કેરોલ એ. લેમ્બર્ટ જણાવે છે કે, “તમારા જીવનસાથી હકીકતોને છુપાવીને માત્ર એવી વસ્તુને જ પ્રકાશીત કરે છે જે તેઓ જે દ્રષ્ટિકોણથી વસ્તુને જુએ છે તે દ્રષ્ટિકોણને સમર્થન મળી શકે. આમ કરવા માટે તેઓ આ પ્રકારના કેટલાક વાક્યોનો ઉપયોગ કરી શકે છે, ‘તને બરાબર યાદ નથી’, ‘મેં આવુ ક્યારેય કહ્યું નથી’ અથવા ‘મેં એવું ક્યારેય કર્યું નથી.’ તેઓ તમને એમ પણ કહી શકે છે કે તમારા મુદ્દાઓ પાયાવિહોણા છે અથવા તમે કેટલીક વસ્તુઓ તરફનો તમારો દ્રષ્ટિકોણ ભૂલભરેલો છે. કારણ કે આવા પ્રતિભાવોથી તમને તમારો આત્મવિશ્વાસ નબળો પડે છે અને તમે તમારા જીવનસાથીની વિકૃતિઓ સાથે આગળ વધો છો. થોડા સમયમાં તમારા આત્મવિશ્વાસમાં કમી આવતા તમારા નિર્ણયો અને દ્રષ્ટિકોણ પર તમે અડગ રહી શકતા નથી અને તમને ભાવનાત્મક રીતે કાબુમાં રાખવા માગતા સાથી તરફ તમે વધુ સંવેદનશીલ બનો છો.”

3. તમારી ભૂલ ન હોય તો પણ તમે માફી માગો છો

સાયકોથેરાપીસ્ટ અને ‘The Emotionally Abusive Relationship’ના લેખક બેવેરલી એન્જેલ જણાવે છે કે, “જે લોકોનું ભાવનાત્મક શોષણ થતુ હોય છે તેવા લોકો મૂર્ખ, અવિવેકી અને સ્વાર્થી છે કારણ કે તેમના જીવનસાથી દ્વારા તેમના પર વારંવાર આ બાબતોનો આરોપ મુકવામાં આવતો હોય છે.”

4. તમારા જીવનસાથીને વારંવાર મૂડ બદલાઈ જવાની સમસ્યા રહે છે.

‘Daughter Detox: Recovering from An Unloving Mother and Reclaiming Your Life’ના લેખક પેગ સ્ટ્રિપ કહે છે કે, “તમારા જીવનસાથી એક ક્ષણે તમને પ્રેમ કરે છે અને બીજી ક્ષણે તમારાથી દુરી બનાવવાનું પસંદ કરે છે. આવું શા માટે થાય છે તે સમજવાનો ગમે તેટલો પ્રયત્ન કરો, તમે સમજી શકતા નથી. તેઓ પોતાની નારાજગી યથાવત રાખે છે અને તમી મૂંઝવણની શરૂઆત થાય છે અને તમે ફરી એક વાર તેમની લાગણી અને પ્રેમ પરત મેળવવાનો પ્રયત્ન કરો છો. તે શા માટે નારાજ છે તેનુ સ્પષ્ટીકરણ મેળવવાને બદલે તમે પોતાની જાતને આરોપી ઠેરવવાનું શરૂ કરો છો. આ ઘટનાક્રમ એક સ્વતંત્ર માણસને બેચેન વ્યક્તિમાં ફેરવી શકે છે કે જ્યાં તેમના સાથી તેમને જોવા ઇચ્છે છે.”

5. તમારા સાથી તમારી સીદ્ધીઓને સ્વીકારવાની ના પાડે છે

લેમ્બર્ટ જણાવે છે કે, – “જે રીતે તમારા જીવનસાથી તમારી સફળતાઓ માટે પ્રતિક્રીયા કરે છે તે દરમીયાન શું તે તમારામાં થોડે રસ દાખવે છે કે તમારી ઉપેક્ષા કરે છે ? શું તમારી કોઈ વાત માટે તેઓ અસહમતી બતાવે છે ? જે વાત તમને કોઈ રીતે શરમમાં મુકે છે અથવા જે કામ તમે નથી કરી રહ્યા તેના માટે તમારી ટીકા કરે છે તે વાતનો મુદ્દો શું તે તરત બદલે છે ? સમય જતા તેમની સતત નકારાત્મક પ્રતિક્રીયાઓથી તમારી પોતાની જાત પર તમારો વિશ્વાસ અને ભરોસો ધીરે ધીરે ઓછો થઈ શકે છે.”

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.