હરિયાણા: સોનીપતમાં ઝેરી દારુ પીવાથી 24 લોકોના મોત થયા છે. તેમજ અન્ય લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જેમને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની પુછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, ઝેરી દારુ પીવાથી તેમની તબિયત ખરાબ થઈ છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે ગેરકાયદેસર દારુ વેચનારની તપાસ હાથ ધરી છે.પોલીસે 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા છે. જેમાં રિટાયર્ડ સીઆરપીએફના જવાનના શરીરમાંથી પણ ઝેરીલું રસાયણ મળવાની વાત જાણવામાં આવી રહી છે. તમામ લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
આ પણ વાંચો :