- LoC પર પાકિસ્તાન અને ભારતીય સેના વચ્ચે અથડામણ
- પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા
- નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામના ઉલ્લંઘનથી નાગરિકોની સંપતિને નુકસાન
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ભારતીય સેના દ્વારા આખી રાત કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં પાંચ પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. આ જાણકારી સૂત્રો પાસેથી મળી છે.
સૂત્રોએ કહ્યું કે, પાકિસ્તાને ગુરૂવારે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખાના મનકોટ સેક્ટરમાં નાગરિકો તેમજ તેમની સુવિધાઓને નિશાન બનાવતા કારણ વગર ગોળીબારી કરી હતી.
વધુમાં પાકિસ્તાનની સેના દ્વારા નાગરિક સુવિધાઓને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગમાં નાગરિકોની સંપતિને નુકસાન પહોંચ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 'જે બાદ ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. તેના અનેક બંકર પણ નષ્ટ કરવામાં આવ્યા છે.'
બંને પક્ષો વચ્ચે 2 કલાક સુધી ગોળીબારી કરવામાં આવી
આ વર્ષની શરૂઆત બાદ પાકિસ્તાને અનેક વાર વર્ષ 1999 માં બંને દેશો વચ્ચે થયેલા દ્વિપક્ષીય યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે.
વર્ષ 2020 માં પાકિસ્તાને 3200 થી વધુ વખત યુદ્ધ વિરામનું કર્યું ઉલ્લંઘન
જમ્મુ અને કાશ્મીરમાં જાન્યુઆરી 2020 થી નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા 3200 થી વધુ વખત કરેલા સંઘર્ષ વિરામ ઉલ્લંઘનમાં 30 નાગરિકોના મોત થયા છે અને 100 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે.