ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 જવાન શહીદ, 5 આતંકી ઠાર - Line of Control

એક બાજુ વિશ્વ કોરોના સામે જંગ છેડી રહ્યો છે. જ્યારે બીજી તરફ કાશ્મીરમાં સીમા રેખા પાસે કેટલાક આતંકીઓએ દેશમાં ફરી એક વખત હુમલો કરવાની કોશિશ કરી હતી.

ઉતરી કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 જવાન શહીદ, 5 આતંકી ઠાર

author img

By

Published : Apr 6, 2020, 10:03 AM IST

શ્રીનગર : ઉતરી કાશ્મીરના કેરન સેક્ટરમાં સીમા રેખા પાસે ઘુસપેઠ કરી રહેલા આતંકવાદીનું ગૃપ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં સેનાના 5 જવાન શહીદ થયા છે. જ્યારે એન્કાઉન્ટરમાં 5 આતંકવાદી ઠાર કરાયા છે.

આ સમગ્ર મામલે અધિકારીઓએ રવિવારે જાણકારી આપી હતી. આ તકે શ્રીનગરમાં રક્ષા પ્રવક્તાએ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું કે, સેનાના ત્રણ જવાન કેરન વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. જે સમગ્ર વિસ્તાર કુપવાડા જિલ્લામાં આવે છે.

આ તકે અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, અથડામણમાં 5 જવાન શહીદ થયા છે. ત્રણ અને ચાર એપ્રિલ દરમિયાન રાત્રીથી ચાલી રહેલા આ ઓપરેશનમાં 5 આતંકવાદીઓ ઠાર કરાયા છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, આતંકીઓએ શમસબરી રેંજથી ભારતીય વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો અને સેક્ટરના પોસવાલ વિસ્તારમાં 'ગુર્જર ઢોક'માં છુપાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.