નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન અને અરૂણાચલ પ્રદેશના સાંસદ કિરણ રિજિજૂએ કહ્યું કે, ચીને એ વાતની પુષ્ટિ કરી છે કે, અરૂણાચલ પ્રદેશથી લાપતા યુવકો તેમના વિસ્તારમાંથી મળી આવ્યા છે.
તેમણે કહ્યું, ચીનના પીએલએએ ભારતીય સેનાના હૉટલાઇન સંદેશનો જવાબ આપ્યો છે. તેમણે પુષ્ટિ કરી છે કે, અરૂણાચલ પ્રદેશથી લાપતા યુવકો તેમના વિસ્તારમાંથી મળી આવ્યા છે. અમારા અધિકારીઓએ હવે તેને પરત લાવવા માટેની કાર્યવાહી કરી રહ્યા છે.
આ પહેલા ભારતીય સેનાએ અરૂણાચલ પ્રદેશના ઉપરી સુબનસિરિ જિલ્લામાંથી પાંચ લોકોને પીપુલ્સ લિબરેશન આર્મીના (પીએલએ) સૈનિકો દ્વારા કથિત રીતે અપહરણ કરવાના મુદ્દો ચીની સેના સમક્ષ ઉઠાવ્યો હતો અને વિસ્તારમાં તૈનાત સેનાની કંપનીએ પીએલએની સંબંધિત કંપનીને કથિત અપહરણ વિશે પોતાની ચિંતાઓથી અવગત કરાવવા માટે હૉટલાઇન પર સંદેશો મોકલ્યો હતો.
વધુમાં જણાવીએ તો અરૂણાચલ પ્રદેશના પાંચ યુવકોના અપહરણના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે ભારતીય થલ સેનાએ પૂર્વી લદ્દાખમાં બંને દેશો વચ્ચે સીમા વિવાદને ધ્યાને રાખીને 3400 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પોતાની તૈનાતી વધારી છે.
અરૂણાચલ પ્રદેશ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે કહ્યું હતું કે, સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.