ભુવનેશ્વર: ઓડિશા સરકારે પાંચ જિલ્લાને નક્સલ પ્રભાવિત જિલ્લાઓની યાદીમાંથી દૂર કરી દીધા છે. આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સુરક્ષા સંબંધિત ખર્ચ માટેની યોજના લાગૂ થાય છે. ઓડિશા પોલીસના ડાયરેક્ટર જનરલે માહિતી આપતા જણાવ્યું હતું કે માઓવાદી પ્રભાવિત એસઆરઈ જિલ્લાઓમાંથી પાંચ જિલ્લાઓને હટાવવાની મંજૂરી આપવામાં આવી છે.
જે જિલ્લાઓને નક્સલવાદ પ્રભાવિત જિલ્લાઓની યાદીમાંથી દૂર કર્યા તેમાં અનુગુલ, બૌધ, સંબલપુર, દેવગઢ અને નયાગઢનો સમાવેશ થાય છે. તેનાથી જિલ્લાઓની સુરક્ષાની સ્થિતિમાં સુધારો થશે. રાજ્ય પોલીસ સમગ્ર ઓડિશાને નક્સલવાદ / માઓવાદથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
ઓડિશા ત્રણ દાયકા કરતા વધુ સમયથી નક્સલ પ્રવૃત્તિઓના સંકટનો સામનો કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓડિશાના 30 જિલ્લાઓમાંથી 19 જિલ્લાને ડાબેરી વિંગ એક્સ્ટ્રીમિઝમ (એસઆરઈ) જિલ્લઓ જાહેર કરવામાં આવ્યા છે.