જમ્મુઃ અમરનાથ યાત્રા 23 જૂનથી શરૂ થશે, જે 3 ઓગષ્ટ સુધી ચાલશે. આ બાબતે શુક્રવારે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી)ના અધ્યક્ષ ગિરિશ ચંદ્ર મુર્મૂ જમ્મુમાં આયોજિત 37મી બોર્ડ મીટીંગના અધ્યક્ષ હતા.
જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, અમરનાથ યાત્રાનો પ્રરંભ 23 જૂનથી કરવામાં આવશે, અને આ યાત્રા 3 ઓક્ટોબર સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, કલમ 370 હટાવી જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવામાં આવ્યો છે, અને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. કલમ 370 હટાવ્યા બાદ આ પહેલી અમરનાથ યાત્રા છે.
શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડને મળેલી કેટલીક અરજીઓને ધ્યાનમાં રાખીને બોર્ડે આ યાત્રા 42 દિવસની કરવાનો નિર્ણય લીધો છે. આ યાત્રાનું સમાપન ઓગષ્ટમાં શ્રાવણી પુનમ એટલે કે, રક્ષાબંધનના દિવસે કરવામાં આવશે. આ વર્ષે અમરનાથ યાત્રામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપુર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અમરનાથ યાત્રાને અધ વચ્ચે જ રોકી દેવામાં આવી હતી. કલમ 370 નાબુદ કર્યા પહેલા યાત્રા રોકી શ્રદ્ધાળુંઓને પરત ફરવા સુચન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન યાત્રા 15 દિવસ સુધી સ્થગિત કરવામાં આવી હતી.