ETV Bharat / bharat

મુકુટ પૂજન સાથે વારાણસીની 400 વર્ષ જૂની રામલીલાની શરૂઆત કરાઇ - ગોસ્વામી તુલસીદાસ અખાડા

ઉત્તર પ્રદેશ વારાણસીમાં બુધવારે 400 વર્ષ જૂની રામલીલાનો શુભારંભ કરવામાં આવ્યો છે. મુકુટ પૂજન કરી ગોસ્વામી તુલસીદાસ અખાડાએ બુધવારે રામલીલાની ઔપચારીક શરૂઆત કરી છે. આ રામલીલા 11 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે.

400 year old ramlila
400 year old ramlila
author img

By

Published : Oct 15, 2020, 4:41 PM IST

Updated : Oct 15, 2020, 4:47 PM IST

વારાણસીઃ ઘર્મ અને આધ્યાત્મિકતાની નગરી કાશી પરંપરાઓનું પણ શહેર છે. આ કારણે અહીં લગભગ 400 વર્ષથી પણ વધુ જૂની રામલીલાનું આયોજન આજે પણ કરવામાં આવે છે. આ પરંપરા જાળવી રાખીને પ્રસિદ્ધ ગોસ્વામી તુલસીદાસ અખાડાએ બુધવારે મુકુટ પૂજા કરીને લીલાની શરૂઆત કરાવી હતી. રામલીલા સમિતિના સભાપતિ ગોસ્વામી તુલસીદાસ અને સંકટ મોચન મંદિરના મહંત પ્રૉફેસર વિશંભર નાથ મિશ્રએ રામલીલાના પાત્રોના મુકુટની પૂજા કરીને લીલાનો શુભારંભ કર્યો હતો. આ રામલીલા 11 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે. રામલીલાનું આયોજન તુલસી ઘાટ પર કરવામાં આવ્યું છે. સીમિત લોકોને જ રામલીલા જોવાની પરવાનગી આપવામાં આવી છે.

ETV BHARAT
400 વર્ષ જૂની રામલીલા

જિલ્લાના તુલસી ઘાટ ખાતે 400 વર્ષ જુની પરંપરાને પ્રખ્યાત ગોસ્વામી તુલસીદાસ અખાડાએ ભગવાનનાં પાત્રો સાથે રામલીલાનો શુભારંભ કર્યો હતો. બુધવારે રામલીલાનો પ્રથમ દિવસ હતો. આ દિવસે ધનુષ યક્ષની રામલીલા કરવામાં આવી હતી. ચોપાઈઓ સાથે રામલીલાની શરૂઆત કરવામાં આવી હતી. લીલામાં એકથી એક મહાબલી યોદ્ધાઓ ભગવાન શિવનું ધનુષ ઉઠાવવા માટે પોતાનું બળ બતાવી ધનુષ પાસે ગયા હતા, પરંતુ ત્યાંથી પરાજિત થઇને પાછા ફરતા જોવા મળ્યા હતા.

કોરોનાની અસર

વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાનમાં રાખીને રામલીલાનું આયોજન તુલસી ઘાટ અને સંકટ મોચન મંદિરમાં જ કરવામાં આવશે. આ વખતે રામલીલા નગરમાં નહીં કરવામાં આવશે. ગોસ્વામી તુલસીદાસ લીલા સમિતિના લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને રામલીલા નિહાળતા જોવા મળ્યા હતા.

સંકટ મોચન મંદિરના મહંતનું નિવેદન

ઓનલાઈન ચર્ચા દરમિયાન સંકટ મોચન મંદિરના મહંત પ્રેફેસર વિશંભર નાથ મિશ્રએ જણાવ્યું કે, મુકુટની પૂજા કર્યા બાદ બુધવારે લીલાની શરૂઆત કરવામાં આવી હતી. બુધવારના દિવસે ધનુષ યજ્ઞની લીલા સંપન્ન કરવામાં આવી છે.

Last Updated : Oct 15, 2020, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.