તિરુવનંતપુરમઃ કોરાનાનો કેર ભારતમાં પણ ધીમે ધીમે વધી રહ્યો છે. કેરળના પથાનામિટ્ટામાં કોરોના વાયરસના 5 કેસ સામે આવ્યાં છે, તો બીજી બાજુ તમિલનાડુમાં પણ એક કેસ નોંધાયો છે. આ સાથે જ દેશમાં કોરાનાથી પ્રભાવિત લોકોની સંખ્યા 40એ પહોંચી છે.
કેરળના સ્વાસ્થ્ય પ્રધાન કેકે શૈલજાએે જાણકારી આપતાં કહ્યું કે, કોરોનાથી પ્રભાવિત લોકોમાંથી 3 લોકો હાલ જ ઈટલીથી ભારત પરત ફર્યા છે. જેના સંપર્કથી બે લોકો પ્રભાવિત થયા છે. તેમજ તેમણે કહ્યું કે, કોરોનાથી પ્રભાવિત આ પાંચ લોકોને પૃથક વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.