હૈદરાબાદ: તેલંગાણા પોલીસે લૉકડાઉન દરમિયાન લોકડાઉનનો ભંગ કરીને દારુની પાર્ટી કરતા 4 સરકારી અધિકારીઓની ધરપકડ કરી હતી. ખમ્મમ જિલ્લાના મઢીરા વિસ્તારમાં અધિકારીઓએ પાર્ટીનું આયોજન કર્યું હતું.
પોલીસે બાતમીના આધારે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના ડૉક્ટર શ્રીનિવાસના રુમમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન બીજા 3 અધિકારીઓ ભાગવામાં સફળ રહ્યાં હતા. દારુની બોટલ અને ખાદ્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે 4 અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેલંગણામાં 24 માર્ચે લૉકડાઉન શરુ થયાં બાદ દારુની બધી દુકાનો, પબ અને બાર બંધ છે.