રાયગઢઃ છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં ભાલુનારા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત વિજળીની ગાડી અને ટ્રક વચ્ચે થયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે.
વિજળી વિભાગની ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો. આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જયારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયાં હતા. ઘાયલ લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમના પણ સારવાર દરમિયાન મોત થયા હતાં. મૃતકોમાં વિજળી વિભાગના બે જુનિયર અન્જિનિયર, એક લાઈન મેન અને ડ્રાઈવર સામેલ છે. ઘટના બાદ આરોપી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
મળતી માહિતી મુજબ વિજળી વિભાગની ગાડી મોડી રાત્રે નજીકના ગામમાં લાઈટની સમસ્યાનો નિકાલ કરી પરત ફરી રહી હતી. આ દરમિયાન રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે ગાડીને ટક્કર મારી હતી.