રાજસ્થાનઃ રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજસ્થાનમાં ગુરુવારે 38 નવા કેસ કોરોના પોઝિટિવ કેસ અને 2ના મોત સામે આવ્યા છે. રાજ્ય સ્વાસ્થય વિભાગના અનુસાર, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3335 છે અને મોતનો આંકડો 95 થયો છે.
રાજ્ય સ્વાસ્થય વિભાગ અનુસાર ગુરુવારે, સવારે 9 કલાક સુધી 3355 થયા છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો 95 સુધી પહોંચ્યો છે.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે, પ્રદેશની આંતર રાજ્ય સીમાઓને અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ રાજ્યની તમામ આંતર રાજ્ય સીમાઓને સીલ કરવામાં આવી છે. ગેહલોતે બુધવારે સમીક્ષા બેઠકમાં એક મહત્વનો નિર્ણય કર્યો હતો.
તેમણે કહ્યું કે, દેશના કેટલાય રાજ્યોમાં સંક્રમણના કેસમાં ધડાકાભેર વૃદ્ધિ થઇ રહી છે. દેશભરમાં ગત્ત 3 દિવસોમાં 10 હજાર કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, સંકટની ઘડીમાં પ્રદેશવાસીયોના જીવનની રક્ષા જ અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. આંતર રાજ્ય અવાગમનની અનુમતિ માત્ર ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશો અને શરતોનું કડક પાલન કરતા આપવામાં આવી હતી.