મુંબઇ: દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19ના 3,214 નવા કેસ સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,39,010 સુધી પહોંચી ગઇ છે. આ જાણકારી સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આપી હતી.
અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે કુલ 1925 દર્દી સ્વસ્થ થવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે મુંબઇમાં કુલ 3844ના મોત થયાં છે. તેમજ કોરોનાના કુલ 68410 કેસ થયાં છે.