અમરનાથ યાત્રાની અટકાયત બાદ સમગ્ર દેશમાં આંતકી પ્રવૃતિ અને હુમલાની શંકા કુશંકા ચાલી રહી છે. ત્યારે હરિયાણામાં 3 વ્યક્તિઓની તપાસ એજન્સીઓ દ્વારા જાસુસી બાબતે ધરપકડ કરવામાં આવી છે. હિસારની છાવણીમાં મિલિટ્રી એંજિનિયર સર્વિસનું નિર્માણ ચાલી રહ્યું છે તેના આ ત્રણેય આરોપીઓને મજુર તરીકે ગયા હતા.
ત્રણેય આરોપીઓને કેમ્પમાં પહોંચ્યા પછી એજન્સીઓએ તેમને જાસુસીની શંકાના આધારે 1 ઓગસ્ટના રોજ ઝડપી લીધા હતા. આરોપીઓની ઓળખ કરીએ તો 22 વર્ષીય ખાલીદ ઉત્તરપ્રદેશના શામલીનો રહેવાસી છે. જ્યારે અન્ય બે આરોપીઓમાં 28 વર્ષીય મેહતાબ અને 34 વર્ષીય રાગીબ મુજફ્ફરનગરના રહેવાસી છે.
અંદાજે 1 અઠવાડિયાથી તપાસ એજન્સીઓ દ્વારા તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. આખરે શંકાના આધારે ત્રણેય યુવકોની ધરપકડ કરી છે. પુછપરછમાં ત્રણેય યુવકો પોતાનું નિવેદન વારંવાર બદલી રહ્યા હોવાથી સેના હવે તેમને પોલીસના હવાલે કરશે. મળતી વિગતો મુજબ, આરોપીઓએ વ્હોટસએપ દ્વારા જુલાઇની શરુઆતમાં પાકિસ્તાન ફોન કર્યો હતો. તેમજ ત્રણેય આરોપીઓને શનિવારના રોજ પોલીસને હવાલે કરવામાં આવશે.