કર્ણાટકમાં JDS-કોંગ્રેસના બાગી 14 ધારાસભ્યોના રાજીનામા બાદ મુંબઈમાં રોકાયા હતા. ભાજપ તરફથી ફ્લોર ટેસ્ટની માગણી કરાઈ હતી તો બીજી તરફ બાગી ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર ન કરતા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. આખરે બહુમત પરિક્ષણ વખતે બાગી ધારાસભ્યો ગેરહજાર રહ્યા હતા.
ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામીના પક્ષમાં 99 મત પડ્યા હતા. જ્યારે વિરોધમાં 105 મત પડ્યા હતા. જેથી કુમારસ્વામીની સરકાર પડી ભાગી હતી. જે બાદ કુમારસ્વામીએ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું આપી દીધું હતુ. જે બાદ ભાજપે સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો. આજે બી.એસ યેદિયુરપ્પાએ કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે.