કરાચી: પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ પર સોમવારે સવારે આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે હુમલામાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
જ્યારે પ્રાઇવેટ એજન્સિના જણાવ્યાં અનુસાર, કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં ગોળીબારી અને ગ્રેનેડ હુમલામાં બે નાગરીકના મોત જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.
રિપોર્ટ મુજબ પીએસએક્સ બિલ્ડીંગમાં 4 આતંકીઓએ અંધાધુંધ ફાયરીંગ કર્યુ હતું. પોલીસે કહ્યું કે 4માંથી 3 આતંકીને ઠાર કર્યા છે જ્યારે એક આતંકી હજુ પણ બિલ્ડીંગમાં છે.
આ સમગ્ર હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયાના પણ સમાચાર સામે આવ્યા છે. ઘાયલમાં તૈનાત એક પોલીસ અધિકારી અને ગાર્ડ પણ સામેલ હતા. આસપાસના વિસ્તારોને પોલીસ અને સેનાએ સીલ કરી દીધા છે.