ETV Bharat / bharat

LAC પર 45 વર્ષ બાદ ભારત-ચીન વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ, ચીની સૈનિકો પણ ઘાયલ - ભારત-ચીન વિવાદ

લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ચીની સૈનિકો સાથે 'હિંસક અથડામણ' દરમિયાન ભારતીય સૈન્યના એક અધિકારી અને બે સૈનિકો શહીદ થયા હતા.

ભારત-ચીન
ભારત-ચીન
author img

By

Published : Jun 16, 2020, 3:08 PM IST

Updated : Jun 16, 2020, 5:02 PM IST

નવી દિલ્હી: ભારત અને ચીનનાં સૈન્ય વચ્ચે ફરી એકવાર તણાવ ઉભો થયો છે. લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ચીની સૈનિકો સાથે 'હિંસક અથડામણ' દરમિયાન ભારતીય સૈન્યના એક અધિકારી અને બે સૈનિકો શહીદ થયા હતા.

ચીન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે સરહદ પર તણાવ વધારશે નહીં. તે ભારત સાથે વાટાઘાટો કરી રહ્યા છે.

પ્રારંભિક માહિતી અનુસાર સોમવારે મોડી રાત્રે બંને દેશોની સૈન્ય વચ્ચેલદ્દાખની ગલવાન ખીણમાં ઘર્ષણ થયું હતું. દરમિયાન ભારતીય સૈન્યના એક અધિકારી અને બે સૈનિકો શહીદ થયા હતા. એક શહીદ સૈનિક તમિલનાડુના રામાનાથપુરમનો હોવાનું જણાઈ રહ્યું છે.

આ ઘટના પછી, ચીન આ મુદ્દાને ફેરવવાની કોશિશ કરી રહ્યો છે. ચીન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સાથે વાતચીત થઈ રહી છે. તે તણાવ નથી ઇચ્છતું. 45 વર્ષ પછી, વાસ્તવિક નિયંત્રણ લાઇન પર હિંસક અથડામણ થઇ છે. ભારતીય સેનાના સૂત્રોએ માહિતી આપી છે કે તણાવ ઓછો કરવા મેજર કક્ષાના અધિકારીઓ વાતો કરી રહ્યા છે.

Last Updated : Jun 16, 2020, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.