- અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા
- કોઇ જાનહાની નોંધાઇ નથી
અરૂણાચલ પ્રદેશ : રવિવારે સવારે અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઇ હતી.
કોઇ જાનહાની નોંધાઇ નથી
કેન્દ્રએ જણાવ્યું હતું કે, તેનું કેન્દ્ર રાજ્યમાં ચાંગલોંગથી 47 કિમી દક્ષિણ પશ્ચિમમાં હતું. જણાવવામાં આવ્યું છે કે સવારે 8.01 વાગ્યે આંચકા અનુભવાયા હતા. હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનની જાણ નથી મળી.