સીતાપુરઃ લગ્નમાંથી પરત ફરતાં લોકોની ગાડી બેકાબૂ બનતાં દીવાર સાથે અથડાઇ હતી જે ગાડીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોની ગંભીર ઈજા પહોંચી હતી તો અન્ય એકને સામાન્ય ઈજા થઈ હતી.
બેકાબૂ ગાડી દીવાર સાથે અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતથી અફતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોની મોત થયા હતાં. જ્યારે બે લોકોની ગંભીર ઈજા પહોંચી હતી અને અન્ય એકને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી. જેમા ગાડીની ટક્કર મારી ફરાર થયેલો ડ્રાઈવર જહાંગીરાબાદનો હોવાનો સામે આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, સીતાપુરમાં આવેલાં ન્યામપુર પાસે રાત્રે સદરપુર વિસ્તારમાં જહાંગીરાબાદથી લોકો જાનમાંથી પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન ડ્રાઈવરે ગાડી પર કાબૂ ગુમાવતાં ગાડી દીવાર સાથે અથડાઇને ભીષણ આગ લાગી હતી.