દિલ્હી : દિલ્હીમાં કોરોનાને કારણે RML હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું છે. ત્યારે મૃતક મહિલાનો દીકરો હાલમાં જ વિદેશથી પરત ફર્યો હતો. મૃતક મહિલાનો દિકરો કોરોના ગ્રસ્ત હતો. ભારતમાં કોરોના વાયરસથી 2 લોકોના મોત થયા છે. માતા અને દિકરાની RMLમાં સારવાર ચાલુ હતી.
મૃતક મહિલાનો દીકરો જાપાન, જીનિવા અને ઈટલીના પ્રવાસથી પરત ફર્યો હતો. માતા અને દિકરાને કોરોનાની પુષ્ટિથી તંત્ર દોડતુ થયુ હતુ. રહેણાંક મકાનની નજીકના 50 ઘરોની તપાસ કરી હતી. આ પહેલા કોરોના વાયરસથી કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ પ્રકારે ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 89 કેસ સામે આવ્યા છે, જેમાં બે લોકોના મોત થઇ ચૂક્યા છે. આ સિવાય આમાં ચાર લોકોની સારવાર બાદ રજા આપી દેવાઇ છે.
આ વૃદ્ધ મહિલાને તેના દીકરાથી સંપર્કમાં આવવાના કારણે કોરોના વાયરસ થયો હતો. દીકરો જાપાન, જિનેવા અને ઇટાલી થઈને દિલ્હી આવ્યો હતો. જો કે પરિવારનાં બીજા સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો નથી. દિલ્હીમાં કોરોનાનાં કુલ 6 કેસ સામે આવ્યા છે, પરંતુ આ વાયરસને ફેલાતો અટકાવવા માટે દિલ્હી સરકારે મહામારી જાહેર કરી છે અને સખ્ત પગલા ઉઠાવ્યા છે. દિલ્હીમાં જે 6 લોકોને કોરોના વાયરસ છે તેમાંથી 4ની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે અને તેઓ આ વાયરસથી પ્રભાવિત દેશોની યાત્રા કરીને ભારત પરત ફર્યા હતા.
6માંથી જે બે મહિલા પીડિત છે તેમાંથી એક વિદેશથી પરત ફરેલા પીડિત સાથે કામ કરતી હતી અને બીજી મહિલા પીડિતની માતા છે. મા તેની સાથે એક ઘરમાં રહેવાના કારણે આ વાયરસની શિકાર થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શુક્રવારનાં આ વૃદ્ધ મહિલાનું મોત થયું. 6 દર્દીઓની ઉંમર પર નજર નાંખીએ તો 46, 25, 52, 25, 46 છે.
અત્યારે આખા ભારતમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કુલ 81 કેસ સામે આવ્યા છે, જેમાંથી 17 વિદેશી નાગરિકો છે. કેરળમાં કોરોનાથી સંક્રમિત ત્રણ લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચુક્યા છે.