શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ ત્યાં લાગુ કરાયેલા પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યાં છે. આ કડીમાં કાશ્મીરમાં ઘાટીમાં આજથી 2G ઈન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. જેની માહિતી એક અધિકાર દ્વારા આપવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં પ્રશાસનના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, કાશ્મીરની ઘાટીમાં સ્થાનિકો હવે 2G સ્પીડ સાથે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
નોંધનીય છે કે, આ સુવિધા માત્ર વ્હાઈટ લિસ્ટેડ વેબસાઈટ સુધી જ સીમિત છે. ઘાટીના લોકો 301 વેબસાઈટનો ઉપયોગ કરી શકશે, પરંતુ સ્થાનિકો કોઈ પણ સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરી શકશે નહીં.