ETV Bharat / bharat

આંધ્રપ્રદેશ: શ્રીસૈલમ મંદિર કૌભાંડ કેસમાં 26 કર્મચારીઓની ધરપકડ - Mallikarjun temple

શ્રીસૈલમ મલ્લિકાર્જુન મંદિરના 23 આઉટસોર્સ કર્મચારીઓ સહિત 26 લોકોની સાયબર છેતરપિંડીના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઓછામાં ઓછા 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.

srisailam
શ્રીસૈલમ
author img

By

Published : Jun 3, 2020, 8:38 AM IST

અમરાવતી: આંધપ્રદેશના કુરનૂલ જિલ્લાના શ્રીસૈલમ મલ્લિકાર્જુન મંદિરના કૌભાંડમાં 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ અંદાજે 2.5 કરોડથી વધુનું હોવાનું સામે આવ્યું છે.

આ કૌભાંડ 24 મેના રોજ સામે આવ્યું હતું, જ્યારે મંદિરના અધિકારીઓએ મંદિરના નાણાકીય મુદ્દાઓની આંતરિક તપાસ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 23 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તે લોકોએ સોફટવેરનો દુરઉપયોગ કરીને પોતાના ખાતામાં પૈસા જમા કરી લીધા હતાં.

એવું માનવામાં આવી રહ્યું છે કે, જુદી-જુદી બેંકોમાં કામ કરતા આ આરોપીએ વર્ષ 2016 થી 2019 સુધી મંદિરના દર્શન અને અન્ય સેવાઓ માટે ટિકિટના વેચાણના માધ્યમથી છેતરપિંડી અને અન્ય સેવાઓમાં સામેલ હતા.

આ અંગે મંદિર અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કર્મચારીઓએ ટિકિટ બુકિંગ સોફ્ટવેરને બદલી નાખ્યો હતો અને 2016-2019 ની વચ્ચે ત્રણ વર્ષના ગાળામાં 1.4 કરોડની ઠગાઈ કરી હતી. ત્યારબાદ મંદિરના કાર્યકારી અધિકારી કે.એસ રામા રાવે આ બાબતને મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.