ETV Bharat / bharat

LOC પર 250થી300 આતંકી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં - માચિલ સેક્ટરમાં એન્કાઉન્ટર

શ્રીનગરમાં BSFના ADG સુરેન્દ્ર પવારે જણાવ્યું હતું કે LOC પર સીમા પાર બનેલા લોન્ચ પેડ પર હાલમાં 250-300 આતંકીઓ સક્રિય છે. જે બરફવર્ષા પહેલા ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ભારતીય સુરક્ષા દળો ઘુસણખોરીના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે સજાગ છે.

LOC
LOC
author img

By

Published : Nov 9, 2020, 8:06 PM IST

  • નવેમ્બરમાં હિમવર્ષા દરમિયાન LOC પર આતંકવાદીની ઘુસણખોરીની આશંકા
  • LOC પાર લોન્ચ પેડ પર હાલમાં 250-300 આતંકીઓની હલચલ
  • ભારતીય જવાનો ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવા સતર્ક

શ્રીનગરઃ BSF ADGએ કહ્યું કે LOC પર સીમા પાર બનાવામાં આવેલા લોન્ચ પૈડ પર હાલમાં 250-300 આતંકીઓ છે. ભારતીય સીમા પર હિમવર્ષ પહેલા ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. નવેમ્બરમાં હિમવર્ષા દરમિયાન આતંકવાદિઓ દ્વારા ઘુસણખોરીની ઘટના બની શકે છે, પરંતું આપણા જવાનો ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવા સતર્ક છે.

BSF ADGએ આતંકવાદીની ધુસણખોરીની આપી માહિતી

શ્રીનગરનીમાં સ્થિત BSF મુખ્યાલયમાં શહીદ જવાન સુદીપ સરકારને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે આ વર્ષે માત્ર 25-30 આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હતા, જ્યારે ગયા વર્ષે 140 આતંકીઓ ઘૂસણખોરી કરી ચુક્યા છે.

કુપવાડાના માચિલ સેક્ટરમાં એન્કાઉન્ટર

કુપવારાના માચિલ સેક્ટરમાં એન્કાઉન્ટર અંગે તેમણે કહ્યું કે 7-8 નવેમ્બરની રાત્રે અમારા સુરક્ષા દળોએ આતંકવાદીઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોઇ. ત્યારબાદ કોન્સ્ટેબલ સુદિપ સરકાર અને કોન્સ્ટેબલ અબ્દુલ સ્થળ પર પહોંચ્યા અને છુપાયેલા આતંકવાદીઓને ચેતવણી આપી હતી. ત્યારે ફાયરિંગ દરમિયાન કોન્સ્ટેબલ સુદીપ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં તે શહીદ થઈ ગયો હતા. BSFના ADGએ કહ્યું કે બીજે દિવસે સવારે ભારતીય સેનાએ કાર્યવાહિ શરૂ કરી અને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટર દરમિયાન કેપ્ટન આશુતોષ કુમાર અને અન્ય બે સૈનિકો શહીદ થયા હતા.

તેમણે કહ્યું હતું કે LOC પર માછિલ સેક્ટમાં સૌથી વધુ ઘુસણખોરી થાય છે, પરંતુ અમારા સક્ષમ જવાન સફળતાપૂર્વક આતંકીના પ્રયાસને નિષ્ફળ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.