ETV Bharat / bharat

સરકારની નીતિ વિરુદ્ધ ટ્રેડ યુનિયનોનું 'એલાન-એ-બંધ' - news about strike

નવી દિલ્હીઃ સરકાર સમક્ષ મજૂર વિરોધી, નાગરિક વિરોધી, રાષ્ટ્ર વિરોધી નીતિયોને પરત લેવાની માગને સંદર્ભે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 8 જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. ટ્રેડ યુનિયન અનુસાર આ હડતાલમાં 25 કરોડ લોકો જોડાય તેવી શક્યતાઓ છે.

strike
ટ્રેડ યુનિયનોનું 'એલાન-એ-બંધ', 25 કરોડ લોકો જોડાય તેવી સંભા
author img

By

Published : Jan 8, 2020, 8:24 AM IST

Updated : Jan 8, 2020, 11:00 AM IST

દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયોનોએ દાવો કર્યો છે કે 8 જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં 25 કરોડ લોકો જોડાશે. સરકારની નાગરિક વિરોધી નીતિયો સામે હડતાલનું આહ્વાન કરાયું છે. આ ટ્રેડિયનમાં ઈંટક, એટક, એચએમએસ, સીટૂ, એઆઈયૂટી, ટીયુસીસી, એસઈડબલ્યુએ, એઆઈસીસીટીયૂ, એલપીએફ, યૂટીયૂસી સહિત વિભિન્ન સંઘો અને ફેડરેશનોએ ગઈ 7 સપ્ટેમ્બરે, 8 જાન્યુઆરી, 2020ના રોજ હડતાલની જાહેરાત કરી હતી.

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, '8 જાન્યુઆરીએ આગામી સામાન્ય હડતાલમાં ઓછામાં ઓછા 25 કરોડ લોકો સામેલ થશે. તે બાદ અમે અન્ય કેટલાક પગલાં લઈ કેન્દ્રને મજૂર વિરોધી, નાગરિક વિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓ પરત લેવા માગ કરીશુ.'

શ્રમ વિભાગ અત્યાર સુધી મજૂરોને તેમની માંગણીઓ સંદર્ભે આસ્વસ્થ કરવામાં નિષ્ફળ રહ્યું છે. શ્રમ વિભાગે 2 જાન્યુઆરીએ બેઠક બોલાવી હતી. વિદ્યાર્થીઓના 60 સંગઠનો અને કેટલાક વિશ્વવિદ્યાલયના પદાધિકારીઓએ પણ હડતાલમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. તેમનો એજન્ડા વધતી જતી ફી અને શિક્ષાના ખાનગીરકરણનો વિરોધ છે.

ટ્રેડ યુનિયનોએ જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયની હિંસા તથા અન્ય યુનિવર્સિટીઓમાં આ પ્રકારની ઘટનાઓની નિંદા કરી છે. તેમજ દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમર્થનની જાહેરાત કરી છે.

Last Updated : Jan 8, 2020, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.