ETV Bharat / bharat

રાજસ્થાનમાં કોરોનાના 234 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 20 હજારને પાર - રાજસ્થાનમાં કોરોનાની સંખ્યા

રાજસ્થાનમાં મંગળવારે કોરોના સંક્રમણના 234 નવા કેસ નોંધાયા હતા. જે બાદ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 20 હજાર 922 પર પહોંચી ગયો છે. છેલ્લા 12 કલાકમાં 4 દર્દીઓના મોત પણ થયા છે તેથી મૃત્યુઆંક 465 પર પહોંચી ગયો છે.

રાજસ્થાનમાં કોરોનાના 234 નવા કેસ નોંધાયા

author img

By

Published : Jul 7, 2020, 5:40 PM IST

જયપુર : રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત્ત વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે રાજ્યમાંથી 234 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે બાદ રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા વધીને 20 હજાર 922 થઈ ગઈ છે. છેલ્લા 12 કલાકમાં 4 દર્દીઓના મોત નીપજ્યાં છે અને રાજ્યમાં કુલ મૃત્યુઆંક 465 પર પહોંચી ગયો છે.

મળેલી માહિતી મુજબ, અલવરમાં 36, બાડમેરમાં 8, ભિલવારામાં 2, બીકાનેરમાં 2, ચુરુમાં 2, ગંગાનગરમાં 3, જયપુરમાં 22, જેસલમેરમાં 1, જલોરમાં 9, ઝુંઝનુમાં 57, જોધપુરમાં 57 , કોટામાં 5, નાગૌરમાં 34, સીકરમાં 2, સિરોહીમાં 19, ઉદેપુરમાં 2 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.

આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 20 હજાર 600 લોકોના ટેસ્ટ લેવામાં આવ્યા છે. જેમાં 8 લાખ 96 હજાર 508 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને 3 હજાર 170 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધીમાં 16 હજાર 320 પોઝિટિવ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને 15 હજાર 966 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોના મહામારીના કારણે 465 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ચેપના 4 હજાર 137 સક્રિય કેસ છે. જેમાં 5 હજાર 559 વિદેશથી આવેલા લોકોનો સમાવેશથાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.