તેલંગાણા: હૈદરાબાદના મદનપેટમાં એક જ એપાર્ટમેન્ટમાં રહેતા 23 લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. આ લોકોએ એક બર્થ ડે પાર્ટીમાં ભાગ લીધો હતો. જ્યાં તેમને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ જન્મ દિવસની પાર્ટી તેમના જ એપાર્ટમેન્ટમાં રાખવામાં આવી હતી. જે કારણે તેમને પાર્ટીમાં ભાગ લેતા કોઈએ અટકાવ્યા ન હતા. તમામ 28 કોરોના પોઝિટિવ લોકોને સારવાર અર્થે ગાંધી હોસ્પિટલમાં આઈસોલેટેડ કરાયા છે.
અધિકારીઓએ એપાર્ટમેન્ટમાં રહેતા લગભગ 50 લોકોના કોરોના રિપોર્ટ કર્યા હતા. જેમાં 11 માસના બાળક અને સગર્ભા સ્ત્રી સહિત 23 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 5 લોકોના રિપોર્ટ પેન્ડિગ છે.