નવી દિલ્હીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક ધારાસભ્યોએ પણ હવે તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આ 21 પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપનું સભ્યપદ આપ્યું છે. કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક 21 ધારાસભ્યો બેંગ્લુરુથી દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમને જે. પી. નડ્ડાના નિવાસ સ્થાને ભાજપનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કેન્દ્રીય પ્રધાનો નરેન્દ્રસિંહ તોમર, કૈલાસ વિજયવર્ગીયા અને રાકેશ સિંહ પણ હાજર હતા.
આગામી મહિનામાં મધ્યપ્રદેશ વિધાનસભાની 24 બેઠકો માટે પેટા-ચૂંટણીઓ યોજાશે. ભાજપ આ બધા ઉમેદવારોને નોમિનેટ કરશે અથવા તેમની જગ્યાએ કોઈ બીજાને તક આપશે.