નવી દિલ્હી : ગૌતમબુદ્ધ નગરમાં કોરોના સંક્રમણોનો આંકડો સત્તત વધી રહ્યો છે. ત્યારે 21 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જેમાં સેક્ટર-1, સેક્ટર, 44, સેક્ટર , બે દર્દીઓ કુલેસરા ગ્રેટર નોઇડા, સેક્ટર- 49, સેક્ટર - 10, સેક્ટર - 44, નાંગલા ચારણદાસ નોઇડા, બિશનપુરા ગામ, અરિહંત આર્ડેન ગ્રેટર નોઇડા, સેક્ટ- 63, કુલેસરા ગામ, ચાર દર્દીઓ સુરજપુર ગ્રેટર નોઇડા અને ડેલ્ટા ગ્રેટર નોઇડામાં મળ્યા છે.
ગૌતમબુદ્ધ નગરમાં કોરોના સંક્રમણના કેસો સત્તત વધી રહ્યા છે. જિલ્લામાં સ્વસ્થ્ય થનાર દર્દીઓની કુલ સંખ્યા 423 છે. સોમવારે જિલ્લામાં કોરોના સંક્રમિત એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેની ઉંમર 73 વર્ષની છહતી અને પીડિત વ્યક્તિ નોઈડાના સલારપુર ગામના રહેવાસી હતા.
રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસ દર્દીઓની વધતી જતી સંખ્યાને જોતા ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ દિલ્હીના ખાનગી હોસ્પિટલમાં 20 ટકા બેડ કોરોન દર્દીઓ માટે રિઝર્વ કરવાનો આદેશ કર્યો હતો. તેનો હેતું એ છે કે, અન્ય રોગોના દર્દીઓને જો કોરોના થાય તો, કોઇ હોસ્પિટલ તેની સારવાર કરવાની મનાઇ ન કરે. જે હોસ્પિટલોને 20 ટકા બેડ કોરોના રિઝર્વ કરવામાં કોઇ લોજિસ્ટિક સમસ્યા થશે, તો આખી હોસ્પિટલને કોરોના ડેડિકેટેદ હોસ્પિટલ જાહેર કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, લોકડાઉનમાં રાહત મળ્યા બાદથી દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધતી જાય છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23645 થઇ ગઇ છે જ્યારે અત્યાર સુધી 606 લોકોના મોત થયા છે.
ગુરુવારે મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ,અમે કોઇ ડેટામાં પડવા માંગતા નથી. અમારી કોઇ રાજ્ય સાથે સ્પર્ધા નથી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું સ્પષ્ટ કહેવું છે કે બધાનો જીવ બચાવવો અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે કોરોના કેસ વધી રહ્યા છે. એટલા માટે કોરોના ડેડિકેટેડ હોસ્પિટલોની સંખ્યા વધતી જાય છે. પાંચ સરકારી તથા ત્રણ પ્રાઇવેટ હોસ્પિટલોને કોરોના રિઝર્વ હોસ્પિટલ બનાવવામાં આવી છે. સાથે જ 61 પ્રમુખ ખાનગી હોસ્પિટલોને 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એવામાં હોસ્પિટલ હવે અન્ય રોગોવાળા કોરોના દર્દીઓની સારવારની મનાઇ ન કરી શકે.