ગુવાહાટી: આસામમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં 24 કલાકમાં રાજ્યના બરાક ખીણ વિસ્તારમાં ભૂસ્ખલનથી 20 લોકોનાં મોત નીપજ્યાં છે.
આસામના વિવિધ જિલ્લાઓમાં ભૂસ્ખલનની ઘટના બની છે. આ દરમિયાન કૈચર જિલ્લામાં 7, કરીમગંજ જિલ્લામાં 6 અને હૈલાકાંડી જિલ્લામાં 7 લોકોનાં મોત થયા છે.