નવી દિલ્હીઃ JNUના બે વિદ્યાર્થી કોરોના વાઇરસના ઝપેટમાં આવ્યા છે, ત્યારબાદ બન્ને વિદ્યાર્થીઓને કોરેન્ટાઇન સેન્ટર મોકલવામાં આવ્યા છે. જ્યારે હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓને બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે, જ્યારે વિદ્યાર્થીઓને જમવા સાથેની જરૂરી વસ્તુઓ તેમના રૂમમાં જ આપવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું છે, તેથી તેમને બહાર નિકળવાની જરૂર નથી.
જ્યારે કોરોના વાઇરસના સંક્રમણના કારણે ઘણા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યા છે. જ્યારે અમુક વિદ્યાર્થી હજી પણ હોસ્ટેલમાં રહી રહ્યા છે. જ્યારે કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ આવવાથી તે હોસ્ટલ સિવાયની બાકીની હોસ્ટેલના વિદ્યાર્થીઓને પણ 7 દિવસ માટે સેલ્ફ આઇસોલેટ કર્યા છે.
જ્યારે પેરિયાર હોસ્ટેલમાં પોઝિટિવ કેસ આવવાની જાણકારી મળતા હોસ્ટેલને સેનિટાઇઝ કરવામાં આવી છે. જ્યારે દરેક વિદ્યાર્થીઓને બહાર ન નિકળવાના આદેશ આપવામાં આવ્યા છે અને દરેક વિદ્યાર્થીઓને જરૂરિયાતની વસ્તુ તેમના રૂમમાં પહોંચાડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.
આ પહેલા JNUના હેલ્થ સેન્ટરમાં કામ કરતા ફાર્મેસિસ્ટનો કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો.