શ્રીનગરઃ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 2 મદદગારની ધરપકડ કરવામાં આવી છે. આપત્તિજનક સામગ્રી સામે બન્ને મદદગારની ધરપકડ જમ્મુ-કાશ્મીર પોલીસે કરી છે. આ બન્ને શખ્સ આતંકવાદીઓને આશ્રય આપતા હતા અને તેમને જરૂરી સામગ્રી પહોંચાડતા હતા.
સોપોર પોલીસ અધિક્ષક જાવેદ ઈકબાલે જણાવ્યું કે, રાષ્ટ્રીય રાઈફલ્સ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને સોપોર પોલીસ દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પોલીસ અધિક્ષકે કહ્યું કે, બન્નેની ધરપકડ કરી કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હાલ બન્નેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પૂછપરછમાં અન્ય લોકો અંગે પણ જાણવા મળશે.
તેમણે જણાવ્યું કે, આ બન્ને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને આશ્રય આપતા હતા અને તેમની જરૂરી સામગ્રી પહોંચાડતા હતા.
ઉલ્લેખનીય છે કે, 23 માર્ચના રોજ સિપોર પોલીસે હથિયારની તસ્કરી કરનારા 4 લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ઘણા હથિયારો પણ જપ્ત કર્યાં હતાં.