ચિત્તોડગઢ (રાજસ્થાન): રવિવારે સવારે જિલ્લાના નિમ્બાહેડા સદર પોલીસ સ્ટેશન હેઠળ મોહમ્મદપુરામાં બાંધકામ હેઠળના મકાન પર છતની આર.સી.સી. લગાવતા સમયે કરંટ લાગતા ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ત્રણેયને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ બે લોકોને મૃત જાહેર કર્યા હતા. દાઝી ગયેલી વ્યક્તિની સારવાર ચાલી રહી છે. પોલીસે બંને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરી તેમના પરિવારજનોને સોંપ્યા હતા.
રવિવારે સવારે ઘરની છત પર ટાઇલ્સ નાખવામા આવી રહી હતી તે સમયે કામદારો છત નાખવા માટે પટ્ટીઓ મૂકતા હતા. તે જ સમયે, 11 હજાર કેવી લાઇન ટોચ પરથી પસાર થઈ રહી હતી તે ઝપેટમાં આવતા કામદારોને સહિત મકાન માલિકને શોક લાગ્યો હતો.
તેમાંથી બે ગંભીર રીતે દાઝી ગયા હતા અને બેભાન થઈને નીચે પડી ગયા હતા. અકસ્માતથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અન્ય કામ કરતા મજૂરો અન્ડર કન્સ્ટ્રક્શન હાઉસની બહાર દોડી આવ્યા હતા. લોકોએ ફોન કરીને વીજ પુરવઠો બંધ કર્યો હતો. છતા પણ કઇ ત્યાં જવા માટે હિંમત કરી રહ્યુ ન હતુ. આ સમયે પડોશી શંભુલાલ છત પર ગયા અને બંને બેભાન લોકોને નીચે લાવ્યા હતા.
જ્યારે શંભુલાલે જોયું તો બંનેના શરીરમાંથી ધૂમાડો નિકળી રહ્યો હતો. બાદમાં ત્રણેયને એમ્બ્યુલન્સ બોલાવી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીંના તબીબોએ ચેતન અને લાલાને મૃત જાહેર કર્યા હતા. બીજા દાઝેલા વ્યક્તિની સારવાર ચાલુ હતી.
આ કેસની બાતમી મળતાં નિમ્બાહેડાના પોલીસ જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી પરિવારજનોને હવાલે કર્યા હતા. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. તે જ સમયે, માહિતી મળી હતી કે, દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં મોકલવામાં પણ બેદરકારી હોવાનું બહાર આવ્યું હતું.
ત્રણેય દાઝેલા લોકોને સિંગલ સીટર એમ્બ્યુલન્સ (વાન) માં મોકલવામાં આવ્યા હતા. જ્યારે કે આ માટે મોટી એમ્બ્યુલન્સ ગોઠવી દેવી જોઈતી હતી. બે લોકોનું મોત નીપજ્યું હતું. જ્યારે જીવંત મજૂરે આ વિશે જાણ કારી આપી હતી.