પંજાબઃ રાજ્યના તરનતારણ જિલ્લામાં ધાર્મિક યાત્રામાં ફટાકડાના કારણે વિસ્ફોટ થયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તેઓ સારવાર હેઠળ છે.
આ યાત્રા પહુંવિંદ પાસેના નગરમાં ભજન કિર્તન કરતાં-કરતાં આવી રહી હતી. તે દરમિયાન આશરે સાંજે સાડા સાત કલાકે વિસ્ફોટ થયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા, તો અન્ય લોકોને ઈજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
આ ઘટનામાં 17 વર્ષીય ગુરપ્રીત સિંગ અને 12 વર્ષીય રૂપનું મોત થયુ હતું. આ ઘટનાની જાણ થતાં ચંડીગઢના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે મેજિસ્ટ્રેટને તપાસના આદેશ આપ્યાં હતાં. તેમજ જિલ્લા પોલીસ પ્રશાસનને પીડિતોના પરિવારને યથાશક્તિ પ્રમાણે મદદ પહોંચાડવાની વાત કરી હતી. મળતી માહિતી પ્રમાણે, નગર કિર્તન દરમિયાન ફટાકડાની આતશબાજી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ફટાકડાની ચિંગારી ટ્રે્ક્ટરની ટ્રૉલી પર મૂકેલા અન્ય ફટકડા પર પડી હતી. જેના કારણે વિસ્ફોટ થયો હતો.