શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે લેન્ડમાઈન બ્લાસ્ટમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે ઘાયલ સૈનિકોની ઓળખ સિપાહી એસ મિંજુર રહેમાન અને સિપાહી ઉપાધ્યાય પ્રસાદ રાજીંદર તરીકે થઈ છે.
બંને ઇજાગ્રસ્ત સૈનિકો રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં ફરજ બજાવતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર મિંજુર રહેમાનને ઉધમપુર બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ઉપાધ્યાય પ્રસાદ રાજીંદરને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈનિકો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે.
આ પહેલાં, 19 જૂને, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
આ સિવાય શુક્રવારે પાકિસ્તાને પૂંછ જિલ્લામાં પણ નાગરિકોને નિશાન બનાવી ગોળીબાર થયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ લોકો માર્યા ગયા હતા.