વિજય દિવસે યુદ્ધમાં ભાગ લેનાર વીર સેનાના જવાનો યુદ્ધ સ્થળ પર જઇ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રોકેશ કપૂરે કહ્યું કે, ગર્વ છે કે, આ યુદ્ધ લડવાની તક મળી અને દુશ્મનોને લોંગેવાલાના રસ્તે જોધપુર પહોંચવાની યોજનાને નાકામ કરી દીધી હતી.
BSFના ભેરુંસિંહ આ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જાણકારી આપતા કહ્યું કે, તનોટ માતાના ચમત્કાર અને 120 જવાનોના જોશે આ યુદ્ધમાં વિજય મળ્યો હતો.
23 પંજાબના વીર સેનાના જવાન સતનામસિંહે કહ્યું કે, યુદ્ધ દરમિયાન 120 જવાનોની સામે પાકિસ્તાનની પુરી ઈન્ફેન્ટ્રી બ્રિગેડને T-59ની એક રજીમેન્ટની સાથે આ પોસ્ટ પર હુમલો કર્યો હતો. દેશના વીર જવાનો યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.