મુંબઈઃ નવી મુંબઈના બંદરગાહથી 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ ડ્રગ્સ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ વિભાગના જોઈન્ટ ઓપરેશન હેઠળ ઝડપી પાડવામાં આવ્યું છે.
આ ડ્રગ્સને અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, તસ્કરો દ્વારા આ ડ્રગ્સને પ્લસાસ્ટિકના પાઈપમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. તેમજ આ પાઈપને એ રીતે પેઈન્ટ કરવામાં આવ્યા હતા કે તે વાંસ જેવા લાગે. તસ્કરોએ તેને આયુર્વેદિક દવા ગણાવી હતી. આ મામલે ચાર લોકોની ધરપકડ કરી કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે.