બેંગલુરુ: કર્ણાટકમાં કોરોના વાઇરસના 19 જેટલા નવા કેસની પુષ્ટિ થઈ છે, રાજ્યમાં ચેપનો કુલ આંક 692 થયાં છે. આ અંગે આરોગ્ય વિભાગે બુધવારે જણાવ્યું હતુ કે, "ગત સાંજથી આજ બપોર સુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 692 કોરોના પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે. જેમાં 29 મોત થયાં છે અને 345 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે."
આરોગ્ય વિભાગે પરિસ્થિતિના અહેવાલમાં જણાવ્યું કે, આ 19 નવા કેસમાંથી 13 કેસ બાગલકોટ જિલ્લાના બદામીના છે. ઈન્ફલ્યુએન્ઝા લાઈક ઇલનેસ (આઇ.એલ.આઇ.) વાળા એક સિવાય બાકીના એવા દર્દીઓના સંપર્કો છે, જેની પહેલા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાકીના કેસોમાં દક્ષિણ કન્નડ જિલ્લાના ત્રણ, બેંગલુરુ શહેરના 2 અને કાલાબુરાગીનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, બુધવારે કર્ણાટક સરકારે 1610 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.