મહારાષ્ટ્ર: નાસિકમાં કોવિડ-19ના 183 કેસ સામે આવ્યા બાદ સંક્રમણની સંખ્યા 4,453 પહોંચી ગઇ છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, કોરોનાથી 240 લોકોના મોત થયાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 2,455 લોકો કોરોના સંક્રમણથી સ્વસ્થ થયાં છે. જો કે, 1,994 લોકોની સારવાર ચાલુ છે.
પુનામાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,251 નવા કેસ સામે આવતા જિલ્લામાં કોરોના સંક્રમણની સંખ્યા વધીને 23,680 પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણથી 25 લોકોના મોત બાદ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા 788 થઇ ગઇ છે. આ ઉપરાંત 589 લોકો આ મહામારીમાંથી સ્વસ્થ થયાં છે.
મહારાષ્ટ્રની નાગપુર સેન્ટ્રલ જેલમાં બુધવારે મોટાભાગના પોલીસકર્મીઓ સહિત 44 લોકો કોરોના સંક્રમિત આવ્યા હતાં. જે બાદ જેલમાં સંક્રમિતોની સંખ્યા 53 થઇ ગઇ છે. નાગપુરમાં કોરોનાના કુલ 1,477 કેસ સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયાં છે.