પશ્ચિમ આફ્રિકામાં 19 જહાજ સવારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર, તેમાં 18 ભારતીય છે અને એક જહાજ સવાર તુર્કીનો છે.
જાણો શું છે આ સમગ્ર ઘટના...
અધિકારિક સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીયોના અપહરણની જાણકારી બાદ નાઇજીરિયાઇ સ્થિત ભારતીય મિશને ઘટના સંબંધિત જાણકારી મેળવવા માટે અને અપહરણ થયેલા ભારતીયોને બચાવવા માટે આફ્રીકી રાષ્ટ્રોના અધિકારીઓ સાથે સંપર્ક કર્યો છે.
જહાજોની ગતિવિધિને ટ્રેક કરનારા 'એઆરએક્સ મેરીટાઇમ'એ પોતાની વેબસાઇટ પર કહ્યું કે, જહાજ મંગળવારે સમુદ્રી ડાકુઓએ પોતાના કબજામાં લીધું હતું અને જહાજમાં સવાર 19 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 18 લોકો ભારતીય છે.
3 ડિસેમ્બરની સાંજે નાઇજીરિયાઇ કિનારા પાસેથી નિકળતા સમયે હોંગકોંગના ઝંડાવાળા 'વીએલસી, એનઇવીઇ કાન્સટલેશન' પર સમુદ્રી લૂંટારુઓએ હુમલો કર્યો હતો.