છેલ્લા 3 દાયકાથી ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં પોતાની પાર્ટી, રાજય અને સંસદીય ક્ષેત્રની અવાજ બનનારા કેટલાક પ્રમુખ ચહેરા આ વખતે સંસદમાં જોવા નહી મળે.
જેમાં ભાજપના લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, સુષ્મા સ્વરાજ, હુકુમદેવ નારાયણ યાદવ, પૂર્વ વડાપ્રધાન H.D. દેવેગૌડા, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ફડગે અને ઉપનેતા જ્યોતિરાદિત્યા સિંધિયા પ્રમુખ ચહેરા છે.
એક તરફ ભાજપે કેટલાક દિગ્ગજ નેતાઓને આ વખતે ટીકિટ આપી નહોતી, તો મોદીની નિંદા કરતા દેવેગૌડા, ખડગે અમે સિંધિયાને હારનો સામનો કરવો પડયો છે.
ભાજપ તરફથી આડવાણી, મુરલી મનોહર જોશી, શાંતા કુમાર, કલરાજ મિશ્ર, ભગત સિંહ કોશ્યારીને આ વખતે ચૂંટણી લડવાની તક નથી મળી.
16મી લોકસભામાં લોકસભા અધ્યક્ષ રહેલા સુમિત્રા મહાજન પણ આ વખતે ચૂંટણી નથી લડી શક્યા.