ચંડીગઢ: વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફંસાયેલા ભારતીયોને પરત લાવવામાં મિશન શરુ કર્યું છે. બુધવાર રાત્રે ગો-એરની એક ફ્લાઈટ ચંડીગઢ પહોંચી છે. આ ફ્લાઈટમાં કુવૈતથી 177 ભારતીયોને ચંડીગઢ લાવવામાં આવ્યા હતાં. જેમાં હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ચંડીગઢના લોકો પણ સામેલ છે.
એરપોર્ટ પર બધા યાત્રિકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જ્યારબાદ આ બધા પ્રવાસીઓને એરપોર્ટ પરથી અલગ-અલગ રાજ્યોના પ્રતિનિધિઓને સોંપવામાં આવ્યા હતાં. જે બાદ બધા યાત્રિકોને તેમના રાજ્યો માટે રવાના કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે બનાવેલા ક્વોરન્ટાઈન સેન્ટરમાં કૉરન્ટાઈન કરવામાં આવશે અથવા તો હોમ કૉરેન્ટાઈન કરવામાં આવશે.
આ પહેલા યુએઈથી 177 ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવામાં આવ્યા હતાં. તમને જણાવી દઈએ કે, વિદેશમાં ફંસાયેલા પ્રવાસી ભારતીયને સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી ભારત મિશન ચલાવવામાં આવ્યું છે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં હજારો પ્રવાસી ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યો હતો.