બેંગ્લુરુઃ મૈસૂરથી 15 શ્રમિકો ચાલીને બેંગ્લુરુ આવ્યા હતા. જમવાની અને નાસ્તાની સુવિધા વગર તેઓ આશરે 130 કિમી ચાલ્યા હતા. સેન્ટ્રલ ઝોનના DCP ચેતન સિંહ રાઠોરે શ્રમિકો માટે જમવાની વ્યવસ્થા કરી હતી.
મૂળ ઝારખંડના શ્રમિકો મૈસૂરમાં કામ કરે છે. શ્રમિક ટ્રેનથી પોતાના વતન પરત જવા માટે તેઓ બેંગ્લુરુ સુધી ચાલતા આવ્યા હતા. 2 દિવસથી તેમની પાસે નાસ્તામાં ફક્ત બિસ્કીટ જ હતા. શ્રમિકો ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશને આવ્યા અને પોતાની સમસ્યાની જાણ કરી.
શ્રમિકોએ કહ્યું હતું કે, 'લોકડાઉન પછી માલિકે અમારો સંપર્ક કર્યો ન હતો. અમને એ પણ ખબર નથી કે શ્રમિક ટ્રેન માટે નોંધણી કેવી રીતે કરવી. અમને અમારા ઘરે પહોંચાડવામાં મદદ કરો.'