ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કેજીએમયુ દ્વારા 865 કોરોના નમૂનાઓ તપાસવામાં આવ્યા હતા. જેમાં 14 નવા કોરોના દર્દીઓ બહાર આવ્યા છે. જેમાં 7 અલીગઢના, 4 આગ્રાના અને 3 લખનઉના સામેલ છે.
લખનઉમાં 3 પોઝિટિવ સેમ્પલોમાં 2 પુરૂષ 1 મહિલા છે, જે આગ્રામાંથી ભરતી થયા છે. જેમાં તમામ દર્દીઓ પુરૂષ છે અને અલીગઢના દર્દીઓમાં 5 પુરુષ અને 2 મહિલા છે. જેથી આ આખા વિસ્તારમાં રેડ ઝોન સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
જો કે, લખનઉના તમામ દર્દીઓ લેવલ 1 કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. અન્ય તમામ કોરોના દર્દીઓને પણ સમાન લેવલ -1 કોવિડ -19 માં દાખલ કરવામાં આવી રહ્યા છે. તે બધાને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
![UPમાં 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, દર્દીઓની સંખ્યા 2342 પહોંચી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-luc-01-corona-positive-photo-7205788_02052020093319_0205f_1588392199_350.jpg)
આમ, 14 નવા દર્દીઓ નોંધાયા છે. જેની સાથે ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા હવે 2342 છે. રાજ્યભરમાં ક્વોરેન્ટેડ દર્દીઓની સંખ્યા 11769 છે.
આ સાથે રાજ્યભરમાં આઈલેશનમાં પર 1741 દર્દીઓ દાખલ થયા છે. તો 654 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે, ઉત્તર પ્રદેશમાં કોરોનાને કારણે 442 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે.