નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના વધતા ચેપને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. હવે લેફ્ટનન્ટ ગવર્નરનું નિવાસસ્થાન, જે રાજનિવાસ તરીકે જાણીતું છે. થોડા દિવસો પહેલા 4 કોરોના વાઇરસથી સંક્રમિત કર્મચારીઓ પછી, અન્ય કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા 13 નવા કેસ નોંધાયા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયમાં અત્યાર સુધી કામ કરતા 17 કર્મચારીઓ કોરોના વાઇરસથી સંક્રમિત છે.
માહિતી અનુસાર, અગાઉ એક કર્મચારી લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયમાં લોઅર ડિવિઝન ક્લાર્ક હતો જેને કોરોના ચેપ લાગ્યો હતો. જ્યારે શંકા થઇ ત્યારે, અન્ય કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી. ત્યારે કુલ 13થી વધુ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો હવે આ લોકોના સંપર્કમાં આવતા અન્ય કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયમાં અત્યાર સુધીમાં 200 લોકોની કોરોના તપાસ કરવામાં આવી છે. સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા રાજનિવાસના એક ભાગમાં, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનો નિવાસસ્થાન છે. તો બીજી બાજુ લેફ્ટનન્ટ ગવર્નરનું સચિવાલય છે. જ્યાં કામ ચાલે છે લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયમાં 250 થી વધુ કર્મચારીઓ કાર્યરત છે.