હૈદરાબાદ (તેલંગાણા): ગ્રેટર હૈદરાબાદમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ COVID-19નો ફેલાવો અટકાવવા માટે 12 કન્ટેન્ટમેન્ટ ક્લસ્ટરો ગોઠવ્યા છે.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) એ રામગોપાલપેટ, શેખપેટ, રેડ હિલ્સ, મલકપેટ-સંતોષનગર, ચંદ્રયાનગુટા, અલવાલ, મૂસપેટ, કુકાટપલ્લી, કુતુબલ્લાપુર-ગજુલારામરામ, મયુરીનગર, યોસુફગુડા અને ચંદનગરમાં ક્લસ્ટરો સ્થાપ્યા છે.
GHMC કમિશનર ડી.એસ. લોકેશ કુમારે જણાવ્યું હતું કે, GHMC અધિકારીઓ અને સ્ટાફ પોલીસ, મહેસૂલ અને આરોગ્ય વિભાગો સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે
આ વિસ્તારોમાં 89 કોવિડ -19 પોઝિટિવ કેસ નોંધાયા પછી કન્ટેન્ટમેન્ટ ક્લસ્ટરોની રચના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ ક્લસ્ટરોમાં સ્વચ્છતા અને જંતુનાશક દવાના છંટકાવ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
આ સિવાય, આરોગ્ય અને GHMC અધિકારીઓ પરની એક ટીમ પ્રત્યેક ઘરે જઈને જે લોકોની મેડિકલ તપાસ કરશે. આ ક્લસ્ટરો દ્વારા લોકોની કાર્યપદ્ધતિ પર નજર રાખવા આવે છે અને બેરીકેડીંગ કરવામાં આવે છે. જે બેરીકેડિંગ નિર્ધારિત સમયગાળા સુધી ચાલુ રહેશે.
દિલ્હીમાં તબલીગી જમાત કાર્યક્રમમાં આવેલા 593 લોકોમાંથી 89 લોકોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 45 પરિવારના સભ્યો પણ પ્રભાવિત થયા હતા. કમિશ્નરે જણાવ્યું હતું કે, કેસોમાં ઘટાડો થવાની સંભાવના છે કારણ કે, તપાસ બાદ પોઝિટિવ નોંધાયેલા દર્દીને અલગ કેન્દ્રમાં ખસેડવામાં આવે છે.