ઉત્તર પ્રદેશઃ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેને કાબૂમાં લેવા માટે ઉત્તર પ્રદેશ સરકાર બનાતા તમામ પ્રયાસ કરી રહી છે, ત્યારે KGMU રિપોર્ટમાં 81 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 81 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ બધા દર્દીઓ ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાંથી આવ્યા છે.
થોડા સમય પહેલા KGMU(King George's Medical University)માં વિવિધ જિલ્લાઓમાંથી સેમ્પલ મોકવામાં આવ્યા હતા. જેમાંમાંથી 81 લોકોનો સેમ્પલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
જિલ્લાવાર આંક
ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિત દર્દીઓ
- લખનઉ 20
- કન્નોજ11
- મુરાદાબાદ12
- બહરાઈચ 01
- હરદોઈ 16
- સંભલ 07
- બલરામપુર 03
- બારાબંકી 08
- અયોધ્યા 03
કુલ 81
આ રિપોર્ટ બાદ લખનઉ, કન્નૌજ, મુરાદાબાદ, સંભાલ, અયોધ્યા, હરદોઈ, બહરાઇચ, બલરામપુર અને બારાબંકીને રેડ ઝોનમાં રખયા હતા. ત્યારબાદ તમામ કોરોના દર્દીઓને કોવિડ -19ની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હાલ, ઉત્તર પ્રદેશમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે 11691એ પહોંચી છે. રાજ્યભરમાં ક્વોરેન્ટાઈન દર્દીઓની સંખ્યા 7193 છે. આ સાથે રાજ્યમાં 4442 દર્દીઓ આઈસોલેશન પર રખયા છે. તો બીજી તરફ 6971 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે 320 લોકોનાં મોત થયા છે.