જયપુરઃ જેલના ડીઆઈજી વિકાસ કુમારે ઇટીવી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જયપુર જિલ્લા જેલમાં 480 કેદીઓ છે. જ્યારે શરૂઆતમાં જેલ અધિક્ષક સહિત 9 કેદીઓને કોરોના ચેપ લાગ્યો હતો ત્યારે જેલમાં રહેલા તમામ કેદીઓને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી, જયપુર જિલ્લા જેલમાં કુલ 116 લોકો પોઝિટિવ આવ્યા છે. કેટલાક કેદીઓના રિપોર્ટ આવવાના બાકી છે. જેલમાં સ્વચ્છતાની કાળજી લેવામાં આવી રહી છે. તમામ પોઝિટિવ કેદીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
જેલના ડીઆઈજી વિકાસ કુમારે જણાવ્યું હતું કે, દૌસા જિલ્લા જેલ સંપૂર્ણ ખાલી કરવામાં આવી છે. જેલમાં રહેલા કેદીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવ્યા છે. હવે જેલમાં આવતા કોઈપણ નવા કેદીઓને દૌસા જિલ્લા જેલમાં મોકલવામાં આવી રહ્યાં છે. જ્યાં તેમની તપાસ કરવામાં આવી રહી છે અને તેમને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવી રહ્યાં છે. આ સાથે, તેમના સ્વાસ્થ્યનું સતત પરીક્ષણ કરવામાં આવે છે. જો કોઈમાં કોઈ શંકાસ્પદ લક્ષણો જોવા મળે છે, તો તેની તપાસ કરવામાં આવી રહી છે.