ETV Bharat / bharat

કોટામાં ફસાયેલા કોચિંગ વિદ્યાર્થીઓ પોતાના રાજ્યમાં પરત ફર્યા - કોટામાં ફસાયેલા કોચિંગ વિદ્યાર્થીઓ પોતાના રાજ્યમાં પરત ફર્યા

કોટામાં ફસાયેલા કોચિંગ વિદ્યાર્થીઓને તેમની રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઘણા રાજ્યો એવા છે કે જ્યાં તેમની સરકાર વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ નથી કરી રહી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે બસોથી પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે. ઓરિસ્સાના રાઉરકેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ પણ આ કામગીરી કરી છે.

કોટામાં ફસાયેલા કોચિંગ વિદ્યાર્થીઓ પોતાના રાજ્યમાં પરત ફર્યા

author img

By

Published : Apr 30, 2020, 6:42 PM IST

કોટા (રાજસ્થાન): દેશના ઘણા રાજ્યોની સરકારોએ કોટામાં ફસાયેલા તેમના બાળકોને બચાવ્યા છે અને તેઓને પરત પોતાના રાજ્યમાં લઈ ગયા છે, પરંતુ ઘણા રાજ્યો એવા છે કે જ્યાં સરકાર મદદ માટે આગળ નથી આવી રહી. આમાં બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા સહિતના કેટલાક રાજ્યોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં હવે કોટામાં ફસાયેલા કોચિંગ વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે જ પોતાના રાજ્યો તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગુરુવારે ઓરિસ્સાના રાઉરકેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ આવું જ કંઈક કર્યું છે.

જણાવી દઈએ કે ગુરુવારે 113 વિદ્યાર્થીઓ 4 બસોમાં રાઉરકેલા જવા રવાના થયા હતા. આવી સ્થિતિમાં, દરેક વિદ્યાર્થીએ હજારો રૂપિયા ખર્ચ કર્યા પછી પોતાના રાજ્યમાં જવા મળ્યું છે. તેવી જ રીતે, કેટલાક અન્ય ફસાયેલા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ તેમ કરવા જઇ રહ્યા છે. જણાવી દઈએ કે અહીં અટવાયેલા ઓડિશાના અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારનું આયોજન કરી રહ્યા છે. 24000 બાળકોને કોટામાંથી રેસ્કયૂ કરવામાં આવ્યા છે, જ્યારે તે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ હતા.

રાજસ્થાન સરકારની સંમતિથી, આ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે અથવા તેઓને કોટાથી ગૃહ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની 71 બસો કોટા પહોંચી છે. જેની સાથે મહારાષ્ટ્રના 2100 થી વધુ બાળકો પરત ફરશે.

  • ઉત્તર પ્રદેશ: 406 બસોમાંથી 12 હજાર વિદ્યાર્થીઓ
  • ઉત્તરાખંડ: 18 બસોમાંથી 500 વિદ્યાર્થીઓ
  • મધ્યપ્રદેશ: 110 બસ 2844 વિદ્યાર્થીઓ
  • ગુજરાત: 15 બસોમાંથી 400 વિદ્યાર્થીઓ
  • દાદરા નગર હવેલી અને દમણ અને દીવ: 3 બસમાં 44 વિદ્યાર્થીઓ
  • રાજસ્થાન: 91 બસમાં 2335 વિદ્યાર્થીઓ
  • આસામ: 18 બસોમાંથી 389 વિદ્યાર્થીઓ
  • હરિયાણા: 9 બસોમાંથી 112 વિદ્યાર્થીઓ
  • જમ્મુ કાશ્મીર અને લદાખ: 15 બસમાંથી 397 વિદ્યાર્થીઓ
  • પંજાબ-ચંદીગઢ: 7 બસોમાંથી 152 વિદ્યાર્થીઓ
  • છત્તીસગઢ: 8૨ બસોમાંથી 2247 વિદ્યાર્થીઓ
  • કર્ણાટક: 7 બસોમાંથી 162 વિદ્યાર્થીઓ
  • પશ્ચિમ બંગાળ: 83 બસોમાંથી 2368 થી વધુ વિદ્યાર્થીઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.