શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ગુરૂવારે કોવિડ-19ના 127 નવા કેસ નોંધાયા હતા. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાના કુલ કેસ વધીને 6,549 થઇ ગયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા કોરોનાના 127 નવા કેસમાં CRPFના 10 જવાનનો પણ સમાવેશ થાય છે.
એક અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કોવિડ-19થી 3 લોકોના મોત થયાં છે. જેથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં મોતની કુલ સંખ્યા 91 પર પહોંચી છે.